ગોધરા: વેલેન્ટાઈન ડે, પર્વને લઇને ગિફ્ટ શોપમાં અવનવી વેરાયટીઓનું વેચાણ - વેલેન્ટાઈન ડે
પંચમહાલઃ 14મી ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર દુનિયામાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવાય છે. યુવાઓ માટે આ દિવસનું ખાસ આકર્ષણ હોય છે. આ દિવસે યુવાઓ પોતાના પ્રિયપાત્રને મનગમતી ભેટ આપીને પોતાના પ્રેમને અભિવ્યકત કરતા હોય છે. ગોધરા શહેરમાં આવેલી ગિફ્ટ આર્ટિકલની દુકાનોમાં અવનવી વેરાયટીનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, આ વખતે ચીજવસ્તુઓનું વેચાણ ઓછું થયું છે અને જે વેરાયટીઓ છે. તેમના પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પણ યુવાહૈયાઓમાં વેલેન્ટાઈન ડે ને ઉજવવા થનગનાટ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 12, 2020, 7:19 PM IST