ભરૂચમાં શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવતા શાકમાર્કેટ કન્ટેઈમેન્ટ ઝોન હેઠળ બંધ કરાયું - કન્ટેઈમેન્ટ ઝોન હેઠળ બંધ
ભરૂચઃ શહેરમાં મંગળવારના રોજ શાકભાજીના એક વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેરના આલીકાછીયાવાડ વિસ્તારમાં રહેતા અને વડદલા એપીએમસી શાકમાર્કેટમાંથી શાકભાજી લાવી શક્તિનાથ શાકમાર્કેટમાં વેચતો હતો. કોરોના સુપર સ્પ્રેડર શાકભાજીના વેપારીને લઇ શક્તિનાથ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે શક્તિનાથ શાકમાર્કેટને હાલના તબક્કે બંધ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી શક્તિનાથ શાકમાર્કેટને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. શક્તિનાથ શાકમાર્કેટ બંધ કરવામાં આવતા કેટલાક બેજવાબદાર વેપારીઓ દ્વારા લીંક રોડ પર માર્કેટની બહાર શાકભાજીનું વેચાણ શરુ કરવામાં આવ્યું છે. જ્યાં સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર આ બાબતે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.