સહજાનંદ કોલેજ વિવાદઃ મહિલા કૉંગ્રેસે ધરણા યોજી ન્યાય મેળવવા કરી માગ
ભુજઃ નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ દરમિયાન યુવતીના કપડા ઉતરાવીને ચેક કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આજે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ ખાતે બે દિવસીય તપાસ માટે આવી છે. આ વચ્ચે આજે સવારે સંસ્થાના પાસે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રખાયો હતો, તો બીજી તરફ સંસ્થા સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ ભાજપના હોવાથી સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ મહિલા કોંગ્રેસ એવી માગ કરી હતી કે, તટસ્થ તપાસ માટે સરકારે જરૂરી પગલાં ભરવા જોઇએ. હાલ માત્ર તપાસ નાટક થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ભાજપના જ અગ્રણીઓ એવા આ સંસ્થાના ટ્રસ્ટીઓને બચાવી લેવાના પ્રયાસના ભાગરૂપે તપાસ બતાવાઈ રહી છે.
Last Updated : Feb 16, 2020, 1:30 PM IST