જામનગર: સાગર સુરક્ષા કવચ અભિયાનનો ત્રીજો દિવસ, સુરક્ષા જવાનોની દુશ્મનો પર બાજ નજર - news of jamnagr
જામનગર: શહેર સહિત હાલાર પંથકના દરિયામાં હાલ સુરક્ષા પહેરો ગોઠવવામાં આવ્યો છે. સાગર સુરક્ષા કવચ અભિયાન અંતર્ગત શુક્રવારે ત્રીજા દિવસે પણ સુરક્ષા જવાનો દરિયાઈ ગતિવિધિઓ પર બાજ નજર રાખી હતી. પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દરિયાઇ માર્ગે અવળચંડાઈ કરતું હોય છે. દરિયા પર સતત નજર રાખી સુરક્ષા જવાનો સુરક્ષા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં જે કુબેર બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે આંતકવાદીઓએ દરિયાઈ માર્ગથી આવ્યા હતા. જામનગરના દરિયા કિનારાથી મુંબઈ આ બોટને પહોંચાડવામાં આવી હતી. આ બોટ મૂળ પોરબંદરની છે અને મુંબઈમાં આતંકવાદીઓએ ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ફરી ભારતમાં કોઈ આતંકવાદી હુમલા ન થયા તે માટે સુરક્ષા એજન્સીઓ સતત વોચ રાખી રહી છે.
Last Updated : Nov 22, 2019, 3:47 PM IST