ઈલાવ ગામે પાણીની ટાંકી ધરાશાયી થઇ હોવાનો વીડિયો વાયરલ - ઈલાવ ગામે પાણીની ટાંકી ધરાશાયી
ભરૂચઃ હાંસોટ તાલુકાના ઈલાવ ગામે પાણીની ટાંકી ધરાશાયી થઇ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટાંકી ધડાકાભેર તૂંટી હોવાનું જોવા મળ્યું હતું. જો કે, વર્ષો જૂની ટાંકી હાલત અત્યંત જર્જરિત હતી અને તે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હતી. જેથી ગ્રામ પંચાયત દ્વારા આ ટાંકી ઉતારી લેવા માટે કામગીરી કરવામાં આવી હતી અને કોઈ પણ જાનહાની વગર સફળ રીતે ટાંકીને તોડી પાડવામાં આવી હતી.