સાબરકાંઠા પોલીસ વડાએ માનસિક અસ્વસ્થ બાળકો સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરી - sabarkantha police
સાબરકાંઠાઃ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં શરદ પૂર્ણિમાની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિકે આ શુભ પ્રસંગની ઉજવણી માનસિક અસ્વસ્થ બાળકો અને વ્યક્તિઓ સાથે કરી હતી. શરદ પૂર્ણિમાના દિવસે જિલ્લા પોલીસ વડાએ એક સામાન્ય વ્યક્તિની માફક માતાજીની આરતી કરી માનસિક અસ્વસ્થ લોકો સાથે ખુશીથી ગરબે ઘુમ્યા હતાં.