ગુજરાત

gujarat

ETV Bharat / videos

જાણો... વડાપ્રધાનના જન્મદિવસે પાટનગરમાં કોણે ઉતારી આરતી! - pm modi birthday celebration in gujarat

By

Published : Sep 17, 2019, 6:14 PM IST

Updated : Sep 17, 2019, 6:36 PM IST

ગાંધીનગરઃ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અને તેમના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર શહેરમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમનો ફોટો મૂકીને પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે માતા હીરાબાના આશીર્વાદ લેતા હોય છે. પરંતુ વહેલી સવારે આશીર્વાદ લેવાની પરંપરા તેમને તોડી હતી. કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમમાં આવેલા નવા નીરને વધાવ્યા હતા, ત્યારે ગાંધીનગર શહેરમાં સેક્ટર 1 ખાતે ઋષિવંશી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમનો ફોટો મૂકીને પૂજા-અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદી દેશને વધુ ઊંચાઇએ લઇ જાય તેને લઇને આરતી પણ ઉતારવામાં આવી હતી.
Last Updated : Sep 17, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details