મોરબીના પ્રાચીન શીતળા માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ - શીતળા માતા
મોરબી:પવિત્ર શ્રાવણ માસમાં સાતમ આઠમના પર્વો આવી ગયા છે. જેમાં શીતળા સાતમના દિવસે મોરબીના પ્રાચીન શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી.મોરબીના દરબારગઢ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે સાતમના પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. આ મંદિર અંગે મહંતે જણાવ્યું હતું કે, શીતળા માતાજીનું મંદિર 600 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન છે. તેમજ બાળકોને થતા ઓરી,શીતળા સહિતના રોગો માટે ભક્તો માતાની માનતા માને છે.અને શીતળા સાતમના પર્વ નિમિતે બાળકો સાથે માતાજી પાસે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવે છે. શીતળા સાતમના પર્વ મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને માતાજીના મંદિરે દર્શન માટે મંદિરમાં ભક્તોની લાઇનો લાગેલી જોવા મળે છે.તે ઉપરાંત મંદિર પાસે મેળો પણ ભરાય છે.