હિંમતનગરમાં 'રન ફોર યુનિટી' અંતર્ગત મેરેથોન દોડનું આયોજન, શહેરીજનોએ લીધો ભાગ - સરદાર વલ્લભભાઈ પટેલ જન્મદિવસ સમાચાર
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિતે રન ફોર યુનિટી અંતર્ગત એક મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. હિંમતનગરના ટાવર ચોક પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી દોડની શરૂઆત કરાઈ હતી. જેમાં સ્થાનિક સાંસદ સહિત ધારાસભ્ય અને હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતા. સાથે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા તેમજ જિલ્લા પોલીસ વડા પણ દોડના ભાગીદાર બન્યા હતા, જોકે હિંમતનગર ખાતે યોજાયેલી દોડમાં શહેરીજનોએ પણ પોતાનો જોમ અને જુસ્સો બતાવી સરદાર પટેલના જન્મદિવસની વિશેષરૂપે ઉજવ્યા હોવાની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અને જિલ્લાના મોટાભાગના આગેવાનો, નેતાઓ સહિત સ્થાનિકો પણ જોમ અને જુસ્સાથી જોડાયા હતા. જેમાં સરદાર પટેલ પ્રત્યેની દેશવાસીઓની ભાવના તેમજ માન અને સન્માનના આજે પણ અકબંધ હોય તેવું જોઇ શકાય છે.