લોકડાઉન વધશે તેવા અફવાને કારણે ગુટખા માટે પડાપડી, વેપારી અને ગ્રાહકો વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો - Rumors
છોટા ઉદેપુર: અત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધતા સરકાર ફરીથી લોકડાઉન કરશે તેવી અફવાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે. આવા મેસેજને છોટા ઉદેપુર જિલ્લામાં લોકોએ સાચો માનીને નસવાડી ખાતે ગુટાખા લેવા માટે પડાપડી કરી હતી.જ્યાં વેપારી અને ગ્રાહકો વચ્ચે મારામારીના પણ દ્રશ્યો સર્જાયા હતા.