અનલોક-2ને મહીસાગર જિલ્લાના વેપારી વર્ગ આવકાર્યું... - કોરોનાનું સંક્રમણ
મહીસાગર: કોરોનાનું સંક્રમણ રોકવા સરકાર દ્વારા સમગ્ર દેશમાં 4 લોકડાઉન લાગુ કરવામાં આવ્યા હતાં. લોકડાઉન-4 બાદ દેશનું અર્થતંત્ર વેગવતું બને તે માટે મોટાભાગની ગતિવિધિઓમાં છૂટછાટ આપી સરકાર દ્વારા અનલોક-1 અને હવે અનલોક-2 લાગુ કરવામાં આવ્યું છે અને અનલોક-2માં સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યાં છે. જેમાં દુકાનો ખુલ્લી રાખવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને હવે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ હકારાત્મક નિર્ણયને મહીસાગર જિલ્લાના વેપારી વર્ગ આવકારી રહ્યાં છે.