ફાગણી પૂનમના મેળાને લઇ ડાકોર ખાતે કલેકટર દ્વારા રૂટ ચેકીંગ કરાયું - ખેડાના તાજા સમાચાર
ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈ કલેક્ટર દ્વારા રૂટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરે, ઠાસરા પ્રાંત અધિકારી, ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારી સાથે રૂટનું ચેકિંગ કર્યું હતું. જે અંતર્ગત કલેક્ટરે ગોમતી તળાવની મુલાકાત લઇ તળાવમાં કોઈ જાનહાની ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ડાકોર રણછોડરાયજી મંદિરને જોડતા તમામ રોડને તાત્કાલિક ધોરણે રિપેર કરવા અંગે નગરપાલિકાને આદેશ આપ્યો હતો.