રોટરી કલબ જૂનાગઢ દ્વારા દિવ્યાંગોને કૃત્રિમ હાથ લગાવવામાં આવ્યા - દિવ્યાંગોને કુત્રીક હાથ લગાવવામાં આવ્યા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લામાં રોટરી કલબ દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના દિવ્યાંગોને કૃત્રિમ હાથ લગાવવામાં આવ્યા હતા. છેલા 3 મહિનાથી ક્લબ દ્વારા કેમ્પ અંગે દિવ્યાંગોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં 110 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કેમ્પમાં રવિવારે અમેરિકાથી આયાત કરવામાં આવેલા કૃત્રિમ હાથનું વિના મુલ્યે પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.