સુરતના વધુ એક મસાજ પાર્લરમાં અસમાજિક તત્વોએ ચલાવી લૂંટ - સુરતમાં ચોરીની ઘટના
સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા રૂંગટા શોપિંગ સેન્ટરના સ્પામાં ઘુસી મહિલા કર્મચારી જોડે શારીરિક છેડછાડ અને રોકડ રકમ સહિત મોબાઈલની લૂંટની ઘટના બાદ વધુ એક ઘટના પુણા વિસ્તારમાં પણ સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલા એક મસાજ પાર્લરમાં ત્રણ જેટલા અસામાજિક તત્વોએ પ્રવેશ કરી પાર્લરમાં કામ કરતી યુવતીઓ જોડે શારીરિક છેડછાડ કરી હતી. હાથમાં ઘાતક હથિયાર લઈ આવેલા અસામાજિક તત્વોએ રોકડ રકમની લૂંટ પણ ચલાવી હતી. ચપ્પુની અણીએ લૂંટ તેમજ યુવતીની છેડતી કરતો શખ્સ CCTV કેમેરામાં પણ કેદ થયો છે. જેના આધારે પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, ગત રોજ વેસુ વિસ્તારમાં આવેલ રૂંગટા શોપિંગ સેન્ટરના સ્પા માં કામ કરતી મહિલા કર્મચારી જોડે પણ એક જ પ્રકારની ઘટના બની હતી.જ્યાં પુણા અને વેસુ વિસ્તારમાં બનેલી બંને ઘટનામાં આજ શખ્સો હોવાનું અનુમાન પણ છે. જે અંગે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.