મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કરાઈ - મહીસાગર ન્યૂઝ
મહીસાગરઃ જિલ્લા પોલીસ અને બાલાસિનોર પોલીસ સ્ટેશન દ્વારા ગુરુવારે બાલાસિનોરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી. તેમજ પોલીસ પોથી જાન્યુઆરી 2020નું વિમોચન કરાયું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, નાગરિક પુરવઠા નિગમ ચેરમેન રાજેશભાઇ પાઠક, જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા અધિક કલેકટર આર.આર.ઠક્કર, બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય અજીત સિંહ ચૌહાણ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા.