પોરબંદરમાં સાંસદની ઉપસ્થિતિમાં રસ્તાનું ખાત મુહૂર્ત કરાયું - MLA Babu Bokhiria
પોરબંદરઃ શહેરમાં વોર્ડનં 9 એટલે કે સુથારવાડામાં રૂપિયા 2.76 કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ નિર્માણ પામશે. તેમજ છાંયામાં રૂપિયા 1.41 કરોડ થી વધુના ખર્ચે રસ્તાઓ નિર્માણ પામશે. ત્યારે શુક્રવારના રોજ સોરઠીયા પ્રજાપતિ બોર્ડીગની સામે એ.સી.સી ફુવારાવાડા રોડ છાંયા ખાતે રસ્તાનું ખાત મુહૂર્ત સાંસદ રમેશ ધડુકની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે પોરબંદરનાં સાંસદ રમેશભાઇ ધડુક ઉપરાંત ધારાસભ્ય બાબુ બોખીરીયા, પોરબંદર-છાંયા નગરપાલિકાનાં વહીવટી અધિકારી કે.વી.બાટી, ચીફ ઓફિસર તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.