રો-કોલાબ્રેટિવમાં દુનિયાભરમાંથી ભારતીય ડિઝાઈનરનો મેળો જોવા મળ્યો - Ahmedabad News
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 વર્ષોમાં રો-કોલાબ્રેટિવ દેશભરમાંથી કેટલીક શ્રેષ્ઠ જાણીતી તેમજ ઉભરાતી ડિઝાઇનની પ્રતિભાઓને એક સાથે લાવવા માટે અને તેમની રચનાઓને કલા ડિઝાઇન અને સૌંદર્ય શાસ્ત્રના ગુણધર્મોની પ્રસ્તુત કરવા માટે પ્રયત્નશીલ છે. આ વર્ષે સમગ્ર ભારતના 29 પ્રતિભાશાળી ડિઝાઇનરોએ તેમાં ભાગ લીધો છે. આ શોમાં વિવિધ સંબંધિત વિષયો અને વર્કશોપ પર રો-ટોક પણ રજૂ કરવામાં આવશે, જે સહભાગીદારીઓને મદદરૂપ બનશે. યંગ ડિઝાઇનર ગેલેરી અને વિઝ્યુઅલ આર્ટ ગેલેરી રો દ્વારા સહયોગથી ઉત્પાદિત ડિઝાઇન, સિરામિક્સ ડિઝાઇન અને ટેક્સટાઇલ આર્ટમાં વિવિધ માધ્યમો સાથે કામ કરતા ડિઝાઇનર્સની કૃતિઓ રજૂ થશે. જેનો હેતુ દેશમાં અને સમગ્ર વિશ્વમાં વિચાર ડિઝાઇન અને પ્રતિભાના સમયગાળાને પ્રકાશિત કરવાનો છે. આ આવૃતિ 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મિલ ઓનર્સ એસોસિએશન બિલ્ડિંગમાં યોજાશે.