ભરૂચના ત્રી મૂર્તિ હોલ નજીક રિક્ષા પલટી, 2ને ઈજા, ઘટના CCTVમાં કેદ - ભરૂચના તાજા સમાચાર
ભરૂચઃ ભરૂચના ત્રી-મૂર્તિ હોલ નજીક શ્વાન વચ્ચે આવી જતા રિક્ષા પલટી ગઈ હતી. જેમાં બે લોકોને ઈજા પહોચી હતી, આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ત્રી મૂર્તિ હોલ નજીકથી પસાર થઇ રહેલી રિક્ષા વચ્ચે શ્વાન આવી ગયું હતું. જેના કારણે રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં પૂર ઝડપે આવી રહેલી રિક્ષા પલટી મારી એક દુકાન સાથે ભટકાય છે.