વડોદરા શહેરના મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓ હડતાળમાં જોડાયા - મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ
વડોદરા: રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. વડોદરા શહેરના મહેસૂલી વર્ગ 3ના કર્મચારીઓ પણ હળતાળમાં જોડાયા હતા. પડતર પ્રશ્નો ન ઉકેલાતા રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વડોદરા શહેરના મહેસુલી વર્ગ 3ના કર્મચારીઓ જોડાયા હતા. રાજ્ય મહેસૂલી કર્મચારી વર્ગ-3ના 277 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા જનસેવા કેન્દ્રો, પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીના અન્ય વિભાગોમાં કામગીરી અટવાઈ ગઈ હતી. રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ-3ના તમામ કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે.