ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા: મહેસુલી કર્મચારીઓ પડતર પશ્નો મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા - માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ

By

Published : Dec 9, 2019, 10:06 PM IST

વડોદરા: મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેમાં તેમણે રેલી યોજી આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. શહેરમાં આજથી તમામ મહેસુલી કર્મચારીઓએ કામ બંધ કરી હડતાળમાં જોડાયા હતા. મેહસુલ વિભાગ દ્વારા શહેરના નર્મદા ભુવનથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે રેલી અને હડતાળ કરી પોતાનો વિરોધ દર્શાવી જિલ્લા કલેકટર ખાતે કર્મચારીઓ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે વડોદરા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details