ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચ: મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ - મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

By

Published : Dec 10, 2019, 9:32 PM IST

ભરૂચ: ભરૂચના મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ છે. કચેરીઓમાં કામ અર્થે આવતા લોકો અટવાયા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ મહેસૂલી કર્મચારીઓના પગાર, પ્રમોશન તદુપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય જેવા અનેકો પ્રશ્નોને લઇ હળતાળ પર ઉતર્યા છે. મંગળવારના રોજ પણ મહેસૂલી કર્મચારીઓની હડતાળ યથાવત રહી હતી. કર્મચારીઓ હાજર ન હોવાના કારણે કચેરીમાં કામ અર્થે આવતા લોકો અટવાયા હતા. સરકાર અને કર્મચારીઓ વચ્ચે ઝડપથી સમાધાન થાય એવી લોકો માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details