રાજકોટ: મધ્યપ્રદેશમાં ફસાયેલા નિવૃત આર્મીમેન ગુજરાત આવવા રવાના થયા - રાજકોટના તાજા સમાચાર
રાજકોટ: મધ્યપ્રદેશ ખાતે ફરજ બજાવતા અને તાજેતરમાં નિવૃત થયેલા ગુજરાતના આર્મી જવાનોની ટીમ લોકડાઉનને કારણે મધ્યપ્રદેશમાં જ ફસાઇ હતી. આ અંગેના સમાચાર કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાને મળતા, તેમણે મુખ્યપ્રધાન રૂપાણીને સમગ્ર બાબત જણાવી હતી. જેથી મુખ્યપ્રધાન રૂપાણીએ તમામ જવાનોને ગુજરાત આવવાની પરવાનગી આપી હતી. આર્મી જવાનોને વતન પરત આવવાની પરવાનગી મળતાં તેમણે ગુજરાત સરકાર અને કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાનો આભાર વ્યક્ત કર્યો છે.