Gujarat Gram Panchayat election Result 2021: ભુજના લાલન કોલેજ ખાતે મતગણતરી શરૂ - મતગણતરીની પ્રક્રિયા શરૂ
કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાના મતગણતરી મથકો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છ જિલ્લામાં કુલ 73.98 ટકા મતદાન અને ભુજ તાલુકામાં 74.91 ટકા મતદાન થયું હતું. જેમાં કચ્છ જિલ્લાની 10 તાલુકાની 361 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું. ભુજ તાલુકાની 57 ગ્રામ પંચાયતની મતગણતરી ભુજના લાલન કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. આજે મંગળવારે ભુજની 57 ગ્રામ પંચાયતો અને 231 સભ્યોનું ભાવિ ચિત્ર સ્પષ્ટ થશે.