દિલ્હી ચૂંટણીના પરિણામોને લઇ જૂનાગઢના વરિષ્ઠ લોકોએ આપ્યો તેમનો પ્રતિભાવ - દિલ્હી વિધાનસભા
જૂનાગઢ : દિલ્હીમાં ચૂંટણી પરિણામોને લઇને ફરી એક વખત કેજરીવાલ સરકાર બનાવવા તરફ જઇ રહ્યા હોવાનો સ્પષ્ટ જનાદેશ મળી રહ્યો છે જેને લઇને જૂનાગઢના લોકોએ પણ દિલ્હીના પરિણામો બાદ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. દિલ્હી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પ્રકારે પ્રચારનું માધ્યમ ઝેરીલુ અને પક્ષપાતી બની રહ્યું હતું તેને નકારીને દિલ્હીના મતદારોએ તેમની સમસ્યા અને તેના ઉકેલ પ્રત્યે પ્રાધાન્ય આપનાર રાજકીય પક્ષને ફરી એક વખત દિલ્હીની સત્તાનું સુકાન સોંપ્યું છે. ચહેરા વગર નીકળેલા તમામ રાજકીય પક્ષોને દિલ્હીના શિક્ષિત અને જાગૃત મતદારોએ બેનકાબ કર્યા હોવાનું પણ જુનાગઢના વરિષ્ઠ લોકો માની રહ્યા છે.