રિસોર્ટ રાજકારણ: ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશની પ્રતિક્રિયા
રાજકોટઃ ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોના રાજીનામા પર ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પ્રતિક્રિયા આપી છે. હાલ ધારાસભ્યો રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ફાર્મ હાઉસમાં કોંગી ધારાસભ્યોને આજ રોજ શનિવારે લઇ આવ્યા હતા.