રાજકોટમાં રોષે ભરાયેલાં સ્થાનિકોએ સફાઈ મુદ્દે મેયરને ઘેર્યા - રાજકોટમાં સ્થાનિકોએ સફાઈ મુદ્દે મેયરને ઘેર્યા
રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સોમવારે પદાધિકારીઓની હાજરીમાં આરોગ્ય અને સફાઈલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર બીનાબેન આચાર્ય સહિત મનપાના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિકોએ મેયરને રજૂઆત કરી હતી કે, વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી સાફ-સફાઈ કરવામાં આવતી નથી. જેથી ત્રિકોણબાગ વિસ્તારની શાક માર્કેટ સહિતના વિસ્તારમાં સફાઈ મુદ્દે તંત્ર વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.