ભુજના નિવાસી ડૉક્ટરોએ મેનેજમેન્ટ સામે હળતાલ શરૂ કરી - અદાણી મેડિકલ કોલેજ
🎬 Watch Now: Feature Video
ભુજ: જિલ્લામાં આવેલી અદાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં 94 નિવાસી તબીબો તેમની જૂની માંગણીઓને લઈ વધુ એકવાર હડતાલ પર ઉતર્યા છે. બુધવારે સવારથી જ જી.કે.જનરલ સીવીલ હોસ્પિટલના નિવાસી તબીબોએ હડતાલ શરૂ કરી છે. રેસીડેન્ટ્સના એરીયર્સ અને તેનું સ્ટાઈપેન્ડ વધારવું, કૉલેજમાં સિનિયર ડૉક્ટર્સ કમ ફેકલ્ટીની નિંમણૂક કરવી તથા હોસ્પિટલમાં ઈમરજન્સી ડ્રગ્સ-સિક્યોરીટી આપવા જેવી માગને લઇ રેસીડન્ટ ડૉક્ટરો હળતાલ પર ઉતર્યા છે.