7 ફૂટ લાંબ અજગરનો રેસ્ક્યૂ કરી સલામત સ્થળે છોડયો - માગરોલ ગામ
ડભોઈ: વડોદરા શહેરમાં 7 ફૂટ લાંબ અજગરનો રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના માગરોલ ગામ ખાતે 7 ફૂટ લાંબો અજગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અંદાજે 7 ફૂટ મહાકાય અજગર દેખાતા અજગરને જોવા માટે ગામ લોકોના ટોળા જામ્યા હતા. જોકે જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી જંગલમાં સહીસલામત સ્થળે છોડ્યો હતો.