વડોદરામાં જાંબુવાના મંદિર પાસે મગરનું વનવિભાગે રેસ્ક્યુ, જુઓ વીડિયો - Vadodara news
વડોદરા : શહેર નજીક ઢાઢર નદી કિનારે આવેલું જાંબુવા ગામમાં આવેલા મંદિર પાસે રાત્રે એક મગર આવી ચડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સહિત વનવિભાગની ટીમ રાત્રીના 2 વાગ્યાના સુમારે જાંબુવા ગામ ખાતે પહોંચી હતી. જ્યાં 8 ફૂટનો મહાકાય મગર નજરે પડ્યો હતો. જેને ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વનવિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે મહાકાય મગરનું રેસ્ક્યુ કરતાં ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.