ડિસ્કવરી ઇન્ડિયાઃ પંચમહાલમાં આવેલી છે માનવ ભક્ષી દીપડાઓની જેલ - પંચમહાલમાં દીપડાઓની જેલ
પંચમહાલઃ જંગલ વિસ્તારમાંથી માનવ વસ્તીમાં આવી જતાં માનવભક્ષી દીપડાને હાલોલના ધોબી કુવા ગામમાં આવેલા દીપડાના રેસ્ક્યુ સેન્ટર ખાતે લવાયો હતો. વન વિભાગ દ્વારા 8 દીપડાને રાખી શકાય તેટલી ક્ષમતા ધરાવતું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. હાલ આ સેન્ટર ખાતે 10 દીપડાને રાખવામાં આવ્યા છે. જેમાં 5 નર અને 5 માદાનો સમાવેશ થાય છે. અહીં લાવવામાં આવેલા દીપડાઓને ફરીથી જંગલ વિસ્તારમાં છોડવા માટેનો નિર્ણય વન વિભાગની ઉચ્ચ કક્ષાની કમિટી દ્વારા તે દીપડાની રહેણી કરણીને ધ્યાને લઈને કરવામાં આવે છે. પરંતુ તેમની હુમલો કરવાની વૃતિને લઈને હજુ સુધી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી, ત્યારે દીપડાની આ જેલ સમાન રેસ્ક્યુ સેન્ટરમાં હાલ માનવભક્ષી બનેલા દીપડા આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.