ભરૂચ નગર સેવા સદને મિલકત વેરામાં 20 ટકા સુધીની રાહત આપી
ભરૂચ: કોરોના વાઇરસ સંક્રમણને અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉનમાં વેપાર-રોજગાર બંધ હતા. જેથી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ નગર સેવા સદને પણ શહેરીજનોને મિલકત વેરામાં રાહત આપી છે. નગર સેવા સદન દ્વારા રહેણાક મિલકતના વેરામાં 10 અને કૉમર્શિયલ મિલકતનાં વેરામાં 20 ટકાની રાહત અપી છે. આ યોજનાનો લાભ 30 ઓગસ્ટ સુધીમાં વેરાની ભરપાઈ કરનારા મિલકતધારકોને મળશે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં 67 હજાર રહેણાક મિલકત અને 14 હજાર કૉમર્શિયલ મિલકત આવેલી છે. જેનો દરવર્ષે અંદાજે 12 કરોડ વેરો વસૂલવામાં આવે છે.