અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઇ રોડ શૉના રુટ પર રિહર્ષલ કરાયુ - નરેન્દ્ર મોદી
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અગામને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરક્ષામાં પણ કોઈ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત અંગે પોલીસ દ્વારા એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી શહેર પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી, પીઆઇ સહિતના અધિકારીઓ દ્વારા રિહર્ષલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ સમયે સમગ્ર રુટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હજુ 2 દિવસ દરમિયાન SPG અને સિકરેટ સર્વિસીસને સાથે રાખીને ફરીથી રિહર્ષલ કરવામાં આવશે અને 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પ આવશે, ત્યારે સમગ્ર રુટ પર ત્રી લેયરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.