હાપા APMCમાં મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ, ઇન્ટરનેટ પ્રૉબ્લેમથી ખેડૂતો પરેશાન - મગફળીની નોંધણી
જામનગરઃ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાના પ્રારંભે આજે ગુરુવારથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે હાપા માર્કેટ યાર્ડ ખાતે વહેલી સવારથી ખેડૂતો પોતાની મગફળીની નોંધણી કરાવવા માટે પહોંચ્યા હતા. જો કે, રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે APMC કેન્દ્ર અને ઈ- ગ્રામ કેન્દ્ર ખાતે પણ નોંધણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ગ્રામય કક્ષાએ ઈ-કેન્દ્રો ખાતે VCની સમસ્યાઓને લઈને VC હાલ નોંધણીની કામગીરીથી અલિપ્ત રહ્યા છે. જેના કારણે ગ્રામ્યકક્ષાએ ખેડૂતોને તકલીફ પડી રહી છે અનેે APMC ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો નોંધણી કરાવવા આવી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે, ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તાત્કાલિક નોંધણીની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી હેરાન ન થવું પડે. VC પ્રોબ્લેમ મામલે ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, બેથી ચાર દિવસમાં VCનો પ્રોબ્લેમ દૂર કરવામાં આવશે અને મગફળીની નોંધણી ગ્રામ્યકક્ષાએ પણ શરૂ કરવામાં આવશે.