અંબાજી ખાતે BCA કોલેજમાં ફીના દરમાં કરાયો ઘટાડો - latest news of Ambaji
અંબાજીઃ લોકડાઉન બાદ જ્યારે શાળા-કોલેજોની ફીમાં વધારો કરાયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં B.C.A કોલેજમાં ફીનો દર ઘટાડીને 50 ટકા કરાયો છે. એટલુંજ નહીં અંબાજીની આ કોલેજમાં બહાર ગામના વિદ્યાર્થી એડમિશન લેવા ઇચ્છુક હશે તો તેમના માટે માત્ર 51 રૂપિયાના માસિક દરે હોસ્ટેલમાં રહેવાની સુવિધા સાથે ચા નાસ્તો અને જમવાનું ટોકન દરમાં જ આપવાની વ્યવસ્થા કરાઈ છે. નોંધનીય છે કે, અંબાજીની આ કોલેજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે. ફીના દરમાં ઘટાડો કર્યા બાદ જો વધુ જરૂરિયાત પડશે, તો તેની ખોટ મંદિર ટ્રસ્ટ ભોગવશે. અંબાજીની આજુબાજુમાં રેહતા આદિવાસી વિદ્યાર્થીઓ શૈક્ષિક જ્ઞાન મેળવી આગળ વધે તેવા આશયથી એક સત્ર માટે લેવાતી 12 હજારની ફીમાં ઘટાડો કરીને માત્ર 5 હજાર રૂપિયા કરાઈ છે.