વલસાડમાં દિવ્યાંગો માટે ભરતી મેળો યોજાયો - દિવ્યાંગો માટે વલસાડમાં ભરતી મેળો યાજાયો
વલસાડ: શહેરની અંધજન શાળા ખાતે ગુરૂવારે દિવ્યાંગ ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને પગભર થવા માટે રોજગારી મેળવી હતી. તો સામે અનેક કંપનીએ પણ દિવ્યાંગો માટે નોકરી આપવા માટે ઉત્સાહ દાખવ્યો હતો. વલસાડ જિલ્લા રોજગાર કચેરી, નગર રોજગાર કચેરી અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે વલસાડ અંધજન શાળા ખાતે દિવ્યાંગ ભરતી મેળામાં માત્ર બહેરા અને મૂંગા દિવ્યાંગો માટે જ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 80 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને તમામને રોજગારી મળી રહે તે માટે તમામ કચેરીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, વાપી ખાતે આવેલી વેલ્સપન કંપની સહિતની અન્ય મોટી કંપનીઓએ પણ દિવ્યાંગોને પગભર કરવા તેમને ત્યાં નોકરી આપવા માટેનો ઉત્સાહ દાખવ્યો હતો.