પોરબંદરમાં રાજ્ય અને પંચાયતના 7 વર્ષથી વધુ સમયના રસ્તાઓ 50 કરોડના ખર્ચે રિકાર્પેટ કરાશે - નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ
પોરબંદર : શહેરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રાજ્ય અને પંચાયતના 7 વર્ષથી વધુ સમયના રસ્તાઓ રીકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે બજેટ અંગેની જોગવાઈ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. દરેક વિધાનસભા વિસ્તારદીઠ રસ્તાઓની રીકાર્પેટ કરવાની કામગીરીમાં રાજ્યના રસ્તાઓ માટે રૂપિયા 30 કરોડ અને ગ્રામ પંચાયત હસ્તકના રસ્તાઓ માટે રૂ 20 કરોડ એમ કુલ 50 કરોડના જોબ નંબર આપવામાં આવશે. તેમજ તાત્કાલિક ટેન્ડરની કામગીરી ઝડપથી હાથ ધરી શકાય તે હેતુથી આ કાર્ય શરૂ કરવામાં આવશે.