પાટડી શહેરની બજારમા પતંગ તથા માંજાના વેપારમાં મંદી - મકરસંક્રાંતિ
સુરેન્દ્રનગર : દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો છે. ગુજરાત રાજ્ય માટે તહેવારોનું અનેરું મહત્વ છે, પરંતુ આ તમામ તહેવારો ગયા એકદમ સાદગીરુપી યોજવામાં આવ્યા હતા. હાલ મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. પરંતુ પાટડી શહેરની બજારમા પતંગ અને માંજાના વેપારમાં મંદી નજરે પડે છે. પાટડી શહેરની બજારમાં પતંગના વેપારીઓ લાખો રુપિયાનો માલ તો મંગાવી લીધો છે. પરંતુ હાલ વેપારમાં મંદી હોવાથી વેપારીઓની ચિંતા વધી છે.