JEE અને NEETની પરીક્ષા મુદ્દે દ્વારકાના લોકોની પ્રતિક્રિયા - NEET JEE 2020
દેવભૂમિ દ્વારકા: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે તમામ અર્થતંત્ર પડી ભાંગ્યા છે. આરોગ્ય અને રોજગારીની સાથે એજ્યુકેશન ઉપર પણ માઠી અસર જોવા મળી છે. ત્યારે કોરોના મહામારીમાં લાખો વિદ્યાર્થીઓનું ભાવી નક્કી કરતી આ પરીક્ષાઓ યોજાવાની છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિનું નિમાર્ણ થયું છે. આ અંગે દ્વારકામાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો.