કૃષિ બિલ-2020 પર પંચમહાલના ખેડૂતોની પ્રતિક્રિયા - Opposition to agricultural bills in the country
પંચમહાલ: સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આવા તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે સંસદના ચોમાસું સત્રમાં રવિવારે સંસદમાં ભારે વિરોધ સાથે કૃષિ બીલ પાસ કરવામાં આવ્યું છે. જેવું બીલ પાસ થયું તેવામાં જ અનેક રાજ્યોમાં વિરોધના વાવાઝોડા ફૂંકાયા હતા. પંજાબમાં ખેડૂતોએ નરેન્દ્ર મોદીના પૂતળા બાળીને રસ્તાઓ જામ કર્યા હતા. આ તમામ કોલાહલ વચ્ચે કૃષિક્ષેત્રે જોડાયેલા બે બિલ વોઇસ વોટિંગથી પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આપણે પંચમહાલ જિલ્લાના ખેડૂત અગ્રિણીયોનું આ બિલ મુદ્દે શુ પ્રતિક્રિયા છે તે જાણીએ...