રિસોર્ટ રાજકારણ : ધારાસભ્ય વિક્રમ માડમ અને કોંગી નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા
ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યો દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી પહેલા પોતાના ધારાસભ્યને અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ફાર્મ હાઉસમાં કોંગી ધારાસભ્યોને આજરોજ શનિવારે લઇ આવ્યા હતા.