જાણો JEE અને NEETની પરીક્ષા મુદ્દે ખેડાના લોકોની પ્રતિક્રિયા - એનટીએ
ખેડા: જિલ્લામાં લોકો રાજકીય વિવાદને દૂર રાખી વિદ્યાર્થીઓ અને દેશના હિતમાં સતર્કતા અને નિયમોના પાલન સાથે પરીક્ષા લેવી જોઈએ તેમ માની રહ્યા છે. જોકે કેટલાક લોકો તેનાથી કોરોના ફેલાશે તેવી ભીતિ પણ સેવી રહ્યા છે. ત્યારે આ અંગે ખેડામાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.