કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું - કમોસમી વરસાદ
ગીર સોમનાથઃ આ વર્ષે ચોમાસાની સીઝન 6 માસ લાંબી ચાલતા ખેડૂતોનો મગફળીનો પાક નિષફળ ગયો હતો. જેનો વીમો કે સહાય હજુ સુધી ખેડૂતને મળી નથી. ત્યારે ખેડૂતો માટે રવિ પાક આશાનું કિરણ હતું તેના પર પણ કમોસમી માવઠાને કારણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે, સરકાર વહેલી તકે મગફળીનો વીમો પહોંચાડે તેવી ખેડૂતો વિનંતી કરી રહ્યા છે.