મોડાસામાં ઝરમર વરસાદની વચ્ચે ભક્તોએ જગન્નાથજીનીના દર્શન કર્યા - Modasa
અરવલ્લી : જિલ્લાના મોડાસા શહેરમાં ભગવાન જગન્નાથની યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 37મી રથયાત્રા મોડાસા શહેરના માર્ગો પર ઝરમર ઝરમર વરસાદ વચ્ચે નીકળી હતી. દબ-દબાભેર નીકળી હતી. ભગવાન બાલકદાસજીના નિજ મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભજનમંડળીઓ,બેન્ડવાજા,ઢોલી અખાડાના કરતબો અને આદિવાસી લોક નૃત્ય સાથે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. મુસ્લિમ સમાજના બિરાદરોએ ચાર રસ્તા પહોંચેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરતાં કોમી એકતાના દર્શન થયા હતા.