કોમી એખલાસઃ મુસ્લિમોએ સફેદ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો, અઝાન થતા અખાડાએ ઢોલ-તાસા બંધ કર્યાં - AHD
અમદાવાદઃ અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મસ્લિમ બિરાદરોએ સફેદ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો હતો. આમ, દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન કોમી એકતાની મિસાલ જોવા મળી હતી. તો બીજી તરફ સાંજની અઝાન થતા અખાડા દ્વારા ઢોલ-તાસા બંધ કરી અઝાનને વધાવી હતી.