પોરબંદરના સત્યનારાયણ મંદિરે "રસિયા" કાર્યક્રમ યોજાયો - પોરબંદરનુ સત્યનારાયણ મંદિર
પોરબંદરઃ આગામી 9 તારીખે હોળી પર્વ આવી રહ્યો છે ત્યારે પોરબંદરમાં સત્યનારાયણ મંદિરે ગત સાંજે રસિયા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળે હોળી મહોત્સવને લઈને શ્રીકૃષ્ણના ભક્તિ સંગીતના સુરો છેડી સૌ ભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા અને ભક્તજનોને એકબીજા પર ફૂલ અને ગુલાલ ઉડાડીને પ્રભુ ભજન કર્યુ હતું. આ પર્વ વિશે વાત કરતાં સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી ભરતભાઇ માખેચા જણાવ્યું હતું કે, "સત્યનારાયણ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે અને સર્વે ભક્તો આનંદ અને ઉલ્લાસથી દરેક તહેવાર ઉજવે છે. આજે હોળીના તહેવારને વધાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તગણ ઉપસ્થિત રહી સૌ પ્રભુના રસિયા બની સુર ના તાલે ઝૂમ્યા હતા.