ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણના વોર્ડ નંબર 10માં રેપિડ એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવ્યા - રેપિડ ટેસ્ટ

By

Published : Sep 1, 2020, 4:21 PM IST

પાટણઃ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી વોર્ડ વિસ્તારોમાંથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મંગળવારે શહેરના વોર્ડ નંબર 10માં જનતા હોસ્પિટલ ખાતે રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાથી પાટણમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક વ્યક્તિના સેમ્પલ લઇ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ટીમો બનાવી આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. મંગળવારે શહેરના વોર્ડ નંબર 10માં જનતા હોસ્પિટલ ખાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના રહીશોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યા હતા. વોર્ડ નંબર 10માં 50થી વધુ લોકોએ રેપિડ કીટ વડે covid-19 ટેસ્ટ કરાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details