સંતરામપુરના એક ગામની પરિણીત મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ - મહિસાગર જિલ્લામાં મહિલા ઉપર વિધર્મી યુવાનો દ્વારા દુષ્કર્મ
મહીસાગર: જિલ્લામાં એક પરિણીત મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે ઘટનામાં આરોપીઓ ફોન પર પરિણીતાને ધમકાવી પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચરતા હતા, ત્યારે પરિણીતાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. હાલમાં પોલીસે આરોપી અનીતખાન જરજીસખાન, પઠાણ અને ઇમરાન હાજી રમજાની મુલતાની બંને આરોપીઓને કોરોના ટેસ્ટ અર્થે લઇ જવામાં આવ્યા છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.