સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચનાર હેવાનની પોલીસે કરી ધરપકડ - બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ
સુરત: જિલ્લામાં 8 વર્ષીય બાળકી તેના ઘર પાસે રમી રહી હતી, જે દરમિયાન ઘર પાસે રહેતા યુવાને ઈંડા આપવાની લાલચ આપી તેને ઘરમાં બોલાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બાળકીની મોટી બહેન ત્યાં પહોંચી જતા તેને બુમાબુમ કરી નાખી હતી. બુમાબુમ થતા જ નરાધમ પાડોશી યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને મેડિકલ તપાસ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાય હતી. બીજી તરફ આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુલ્તાનખાન પઠાણને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.