બોટાદના રાણપુર ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાને કર્યો આપઘાત - બોટાદ ન્યૂઝ
બોટાદ : જિલ્લાના રાણપુર ગામના 23 વર્ષના યુવાને ત્રણ વ્યાજ ખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મરનાર યુવાને 15 ટકાના વ્યાજે પૈસા લીધા હતા. જેથી વ્યાજખોરો તેને ઉઘરાણીના નામે સતત હેરાન કરી રહ્યા હતાં. એટલે તેને આપઘાત કર્યો હોવાનું તેની સુસાઈટ નોટમાંથી જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી.