Ranji Trophy Final: સૌરાષ્ટ્રે પ્રથમ ઇનિંગમાં 159/2 બનાવ્યા
રાજકોટઃ રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઇનલ મેચ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યી છે. આજે મેચની શરુઆતમાં ટોસ જીતીને સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવ લીધો હતો. જ્યારે બંગાળની ટીમે ફિલ્ડીંગ કરી હતી. જેમાં સૌરાષ્ટ્રે 2 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગ્સમાં સૌરાષ્ટ્રની ટીમે મજબૂત શરૂઆત કરી છે. આગામી પાંચ દિવસ સુધી આ ફાઇનલ મેચ રમાનાર છે. ત્યારે હજુ પણ પુજારા સહિતના બેટ્સમેનનો જોવા માટે રાજકોટવાસીઓ આતુર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પ્રથમ વખત જ રણજી ટ્રોફીનો ફાઇનલ મેચ રમાઈ રહ્યો છે. જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્યોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.